બેકરી એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટની જ બેકરીમાં જોવા મળ્યું સફાઈ નામે મીંડું, જુઓ અમદાવાદની ઈમ્પીરીયલ બેકરીનો Video

બેકરી એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટની જ બેકરીમાં જોવા મળ્યું સફાઈ નામે મીંડું, જુઓ અમદાવાદની ઈમ્પીરીયલ બેકરીનો Video

| Edited By: | Updated on: Aug 26, 2023 | 10:01 PM

અમદાવાદની જાણીતી ઈમ્પીરીયલ બેકરીને સીલ કરાઈ છે. 1936થી ચાલતી ઈમ્પીરીયલ બેકરીમાં સ્વચ્છતાનો અભાવ છે. બેકરીમાં બનતી ખાદ્ય વસ્તુઓમાં કીડા-મકોડા જોવા મળ્યા. TV9નો કેમેરો જોતા જ બેકરીમાં સાફ સફાઈ હાથ ધરાઈ હતી.

નામ બડે ઔર દર્શન છોટે આ કહેવત ફરી સાર્થક થઈ છે અમદાવાદની જાણીતી ઈમ્પીરીયલ બેકરી માટે રક્ષાબંધન અને જનમાષ્ટમીના તહેવારોને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જેને લઈને લાલા દરવાજા વિસ્તારમાં આવેલ ઈમ્પીરીયલ બેકરીમાં દરોડા પાડ્યા. જેમાં ગંદકીના કારણે બેકરી સીલ કરવામાં આવી છે.

આ દરોડામાં ચોંકાવનારા દ્રશ્યો TV9ના કેમેરામાં કેદ થયા છે. બેકરી એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટની જ બેકરીમાં જોવા મળ્યું સફાઈ નામે મીંડું. બેકરીમાં ખાદ્ય વસ્તુઓમાં કીડા-મકોડા જોવા મળ્યા. તો ઠેર ઠેર કરોળીયાના જાળ અને જીવજંતુ જોવા મળ્યા. બેકરીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું.

TV9નો કેમેરો જોતા જ બેકરીમાં દોડધામ મચી ગઈ હતી અને સાફ સફાઈ શરૂ કરી દેવાઈ હતી. તો બીજી તરફ બેકરી સંચાલકે સાફ સફાઈ પૂરતી હોવાનું રટણ કર્યું અને કહ્યું કે કરોળીયાના જાળ તો આપણા ઘરમાં પણ હોય છે.

અખાદ્ય જથ્થો, ધૂળ, જીવજંતુ, તૈયાર જથ્થામાં કીડી-મકોડા જોતા જ લાગે કે હાઈજેનિક જેવું કઈ છે જ નહિં. જાણે કેટલાય સમયથી સાફ સફાઈ કરવામાં આવી જ ન હોય. જો આ ચીજ વસ્તુઓ લોકો ખોરાકમાં લે તો શું હાલત થાય ? લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડા થતા અહીં જોવા મળ્યું ત્યારે સવાલ એ છે કે ફેમસ દુકાનોમાં લોકો પાસેથી વસ્તુના મોટા ભાવ પડાવવામાં આવતા હોય છે.

આ પણ વાંચો : Ahmedabad Crime: એપ્લિકેશનથી ઈન્સ્ટન્ટ લોન લેતા હોવા તો ચેતજો, લોન ફ્રોડ અને બ્લેકમેઇલ કરતી ગેંગનું નેટવર્ક ઝડપી

ત્યારે જો આવી સ્થિતિ હોય તો તે કેટલું યોગ્ય કહેવાય ? ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા પર કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઈમ્પીરીયલ બેકરીને હાઈજેનીક ન રાખવાને લઈને સીલ કરવામાં આવી છે. તેમજ પ્રોડક્ટનાં નમૂના લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 26, 2023 06:43 PM