Surendranagar : સુરેન્દ્રનગરમાં પાંચ દિવસથી અંધારામાં રહેતા પાંચ ગામના લોકો, પંપ નહી ચાલતા પાણી માટે સર્જાઈ સમસ્યા, જુઓ Video
રાજ્યમાં ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. એવામાં સુરેન્દ્રનગરના 5 ગામોમાં વીજળી છેલ્લા 5 દિવસથી નથી. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
રાજયના મોટા ભાગના વિસ્તારમાં 24 કલાકની વીજળી પુરી પાડવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામ એવા છે, જે છેલ્લા પાંચ દિવસથી વીજળી વિના હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં વઢવાણના વેળાવદર, ધ્રાંગધ્રાના રાયગઢ, રાવળીયાવદર, મુળી તાલુકાના કળમાદ સહિત આજુબાજુના ગામોમાં છેલ્લા પાંચ દિવસથી વીજળી જ નથી.
આ પણ વાંચો : Surendranagar: રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા, મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ઘુસી ગાય
આ ઉપરાંત પંચાયતની મોટર બંધ હોવાથી પાણી માટે પણ મુશ્કેલી પડી રહી છે. વીજળી અને પાણી નહીં મળતા પાંચેય ગામના આગેવાનો PGVCLના ઈજનેરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને આવેદનપત્ર આપી વીજળી અને પાણીની તંગી દૂર કરવા અપીલ કરી હતી. આ તરફ અધિકારીએ પણ ઉપરી કક્ષાએ રજૂઆત કરી તુરંત જ આ સમસ્યાને દૂર કરવામાં આવશે તેવી બાંહેંધરી આપી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…