Panchmahal : બાઈકમાં દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના બે શખ્સ ઝડપાયા, જુઓ Video

Panchmahal : બાઈકમાં દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના બે શખ્સ ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 09, 2023 | 6:15 PM

મોરવા હડફ પોલીસને ચેકિંગ દરમિયાન બાઇકની સીટ નીચે બનાવેલ ચોર ખાનામાંથી રૂપિયા 26 હજારની કિંમતની 217 બોટલ મળી આવી હતી. જો કે, ચાલકે પોલીસને જોઈ બાઇક મૂકી ભાગવાની કોશિષ કરી હતી, પરંતુ પોલીસે બાઇક સહિત રૂપિયા 51 હજારથી વધુના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના બે શખ્સને ઝડપ્યા હતા.

બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે પંચમહાલમાં (Panchmahal) બાઈકમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો ઝડપાયા છે. બાઇકની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડયો હતો. મોરવા હડફ પોલીસે ચેકિંગ દરમિયાન બાઇક ચાલકને રોકતા ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો Gujarati Video: રાજ્યમાં દબાણકારોની નહીં ચાલે મનમાની, શાંતિ ભંગ કરશે તો ફરી વળશે તંત્રનું બુલડોઝર

બાઇકની સીટ નીચે બનાવેલ ચોર ખાનામાંથી રૂપિયા 26 હજારની કિંમતની 217 બોટલ મળી આવી હતી. જો કે, ચાલકે પોલીસને જોઈ બાઇક મૂકી ભાગવાની કોશિષ કરી હતી, પરંતુ પોલીસે બાઇક સહિત રૂપિયા 51 હજારથી વધુના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના બે શખ્સને ઝડપ્યા હતા.

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો