કબૂતરકાંડના 9 આરોપી એજન્ટ સામે CID ક્રાઈમે જાહેર કરી લૂકઆઉટ નોટિસ, જુઓ વીડિયો
કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટ સામે ગુનો નોંધાયો છે અને ઓળખ થઈ જતાં 9 આરોપી એજન્ટ ફરાર થઈ ગયા છે.જેના પગલે CID ક્રાઈમે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરી છે. આરોપી એજન્ટ્સ વિદેશ ભાગી ગયા હોવાની આશંકા છે.
દેશના સૌથી મોટા કબૂતરબાજીના કૌભાંડની તપાસ આગળ ધપી રહી છે.તેમ મસમોટા ખૂલાસા પણ થઈ રહ્યા છે.કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટ સામે ગુનો નોંધાયો છે અને ઓળખ થઈ જતાં 9 આરોપી એજન્ટ ફરાર થઈ ગયા છે.જેના પગલે CID ક્રાઈમે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરી છે. આરોપી એજન્ટ્સ વિદેશ ભાગી ગયા હોવાની આશંકા છે. પોલીસ ફરાર 4 એજન્ટની તપાસ માટે મુંબઈ-દિલ્લી ગઈ પરંતુ પોલીસને કોઈ માહિતી મળી નથી.
CID ક્રાઇમે 14 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધ્યો
કબૂતરબાજીના કેસમાં ગુજરાત, મુંબઇ, દિલ્લી અને દુબઇના અલગ-અલગ એજન્ટો સામેલ છે.તેમની સામે IPCની કલમ 120 B અને કલમ 370 હેઠળ ગુનો નોંધાયો છે. સાથે જ ફરાર આરોપીઓ સામે LOCની કાર્યવાહી પણ કરાશે.આ આખા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિલ્લીના એજન્ટો હતા.જેમાંથી ખાસ જગ્ગી પાજીનું નામ સામેલ છે.
દિલ્લીના એજન્ટોએ મુખ્યત્વે પંજાબીઓને અમેરિકા મોકલવા માટે કૌભાંડ શરૂ કર્યું હતું.પરંતુ ફ્લાઇટમાં સંખ્યા ઓછી પડતા તેઓએ ગુજરાતના એજન્ટોને પણ સામેલ કર્યા હતા. એજન્ટોએ છેલ્લા એક વર્ષમાં 1500 કરતા વધુ ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે.તો માત્ર ડિસેમ્બરમાં જ 600થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યા હતા.
