Breaking News : ગેરકાયદે વિદેશ મોકલનાર કુખ્યાત બોબી પટેલનો ભાગીદાર ઝડપાયો, જુઓ Video
ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યા છે. કૌભાંડ આચરનારા આરોપીઓની પોલીસ સતત શોધખોળ હાથ ધરી હતી. જેમાં વધુ એક આરોપીને દબોચવામાં આવ્યા છે. ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડમાં સંડોવાયેલા બોબી પટેલનો ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે.
ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યા છે. કૌભાંડ આચરનારા આરોપીઓની પોલીસ સતત શોધખોળ હાથ ધરી હતી. જેમાં વધુ એક આરોપીને દબોચવામાં આવ્યા છે. ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડમાં સંડોવાયેલા બિપિન દરજીની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોને મોકલવાના કેસમાં ફરાર આરોપી બિપિન દરજીને SMCએ વિજાપુરથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મળતી માહિતી અનુસાર બિપિન દરજી મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલનો ભાગીદાર હતો. આરોપી બિપિન દરજીના કોર્ટે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
25 હજારનું ઈનામ પણ જાહેર કરાયું હતુ
પોલીસ બિપિન દરજીની ઉલટ તપાસ કરશે, અને અત્યાર સુધી કેટલા નાણા કમાયા અને આ નાણા ક્યાં રોક્યા તેની તપાસ કરશે.. મહત્વનું છે કે બિપિન દરજી છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપીને ઝડપી પાડવા લૂકઆઉટ નોટિસ અને 25 હજારનું ઈનામ પણ જાહેર કરાયું હતુ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરકાયદે વિદેશ મોકલવા માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ 60થી 70 લાખ રૂપિયા પડાવતો હતો. જ્યારે દંપતી પાસેથી 1.25 કરોડ વસૂલતો હતો. જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા સામે આવે છે.
