Vadodara : શિનોરમાં ગાયોની ગેરકાયદેસર તસ્કરી ઝડપાઇ, 3 લોકોની પોલીસે ધરપકડ કરી, મોબાઇલ, સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video
વડોદરાના શિનોરમાં આજે ગાયોની ગેરકાયદેસર તસ્કરી ઝડપાઇ છે. સેગવા-રાજપીપળા માર્ગ પરથી એક ટ્રક 18 જેટલી ગાયોને લઇને જઇ રહી હતી. ત્યારે પ્રાણી ફાઉન્ડેશનને બાતમી મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને પ્રાણી ફાઉન્ડેશને ટ્રકને રોકીને ગાયોનો જીવ બચાવી લીધી હતો.
Vadodara : વડોદરાના શિનોરમાં આજે ગાયોની ગેરકાયદેસર તસ્કરી ઝડપાઇ છે. સેગવા-રાજપીપળા માર્ગ પરથી એક ટ્રક 18 જેટલી ગાયોને લઇને જઇ રહી હતી. ત્યારે પ્રાણી ફાઉન્ડેશનને બાતમી મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને પ્રાણી ફાઉન્ડેશને ટ્રકને રોકીને ગાયોનો જીવ બચાવી લીધી હતો. જે બાદ ટ્રક ચાલક, ક્લીનર સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ સાથે જ ટ્રક અને મોબાઇલ સહિત 15.96 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે. શિનોર પોલીસે ગાયોને પાંજરાપોળ ખાતે ખસેડી છે. અને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 03, 2023 12:58 PM