Vadodara: પરિવારના સામૂહિક આપઘાત કેસમાં પત્ની અને પુત્રના મોત બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભીનું પણ મોત, જુઓ Video

Vadodara: પંચાલ પરિવારના સામૂહિક આપઘાતમાં મોટો ખુલાસો થયો છે. આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પુત્ર નોકરી ધંધો ન કરતા ઘરની આર્થિક હાલત ખરાબ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 11:03 PM

વડોદરામાં આર્થિક તંગીના (economic crisis) કારણે એક પરિવાર વિખેરાયો. ઘટના છે રાવપુરા પોલીસ મથક (Raopura Police Station) વિસ્તારની. જયાં પંચાલ પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્ની અને પુત્રનું મોત બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભી મુકેશ પંચાલનું પણ મોત નીપજ્યું છે.

પુત્રનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો જ્યારે પત્નીને ઝેર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પિતાએ પોતાના ગળાના ભાગે બ્લેડના ઘા માર્યા હતા.આર્થિક સંકડામણના કારણે સામુહિક આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી મકાન માલિક અને આસપાસના લોકોના નિવેદન લીધા હતા. પોલીસે FSLની મદદ લઈ ઘટનાસ્થળેથી વિવિધ પુરાવા એકત્રિત કર્યા હતા.

પરિવાર રાવપુરા પિરામિતા રોડ પર આવેલ કાછિયાપોળમાં રહેતો હતો. પિતા મુકેશ પંચાલ સિક્યુરિટીમાં કામ કરતા હતા. મકાન માલિકે કહ્યું પરિવારમાં 25 વર્ષનો પુત્ર મિતુલ પંચાલ નોકરી ધંધો કરતો ન હોવાથી ઘરની આર્થિક હાલત ખરાબ હતી. પરિવાર 5 વર્ષથી ભાડાના મકાનમાં રહેતું હતું.

આ પણ વાંચો : અમદાવાદ અને ગાંધીનગરમાંથી એક્ટિવાની ચોરી કરતો ચોર ઝડપાયો, 46 વાહનો સહિત 9 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત, જુઓ Video

પરિવારે આજદિન સુધી કોઈની પાસેથી આર્થિક મદદ નથી લીધી. DCPએ કહ્યું, ઘટનાસ્થળ પરથી એક ડાયરી મળી છે.  લખેલી નોટની ખરાઈ કરવામાં આવશે. મકાન માલિક ભાડા માટે દબાણ કરતો હોવાના આક્ષેપ પણ લાગ્યા. શેરબજારમાં પુત્રને નુકસાન થયું હોવાથી આત્મહત્યા કરી હોવાની આશંકા છે.  મકાન માલિકે આજે ઘર ખાલી કરવાનનું કહેતા પરિવાર ચિંતામાં હતો. નવા મકાન મલિક દ્વારા કોઈ હેરાનગતિ કરવામાં આવી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરશે.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">