Gujarati Video : સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં વધુ એકવાર ગેરકાયદે ખનન પર કાર્યવાહી, 2 કરોડથી વધુનો માલ જપ્ત કરાયો

| Edited By: | Updated on: May 17, 2023 | 11:39 AM

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં વધુ એકવાર ગેરકાયદે ખનન પર કાર્યવાહી કરાઈ છે. મૂળી તાલુકાના ખાખરાલા ગામની સીમમાં ચાલતા ગેરકાયદે કાર્બોસેલના ખનન પર દરોડા પાડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં વધુ એકવાર ગેરકાયદે ખનન પર કાર્યવાહી કરાઈ છે. મૂળી તાલુકાના ખાખરાલા ગામની સીમમાં ચાલતા ગેરકાયદે કાર્બોસેલના ખનન પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાણખનીજ વિભાગે ( Mineral Department ) માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યા સ્થળ પર કાર્બોસેલ કાઢવા માટે અનેક ખાડાઓ પણ જોવા મળ્યા હતા. તો સ્થળ પરથી ત્રણ ચરખી, બે ટ્રેક્ટર, ડમ્પર સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ મળ્યો હતો. જેને જપ્ત કરાયો હતો.

આ પણ વાંચો : Surendranagar : લીંબડીના સૌકામાં ઝડપાયેલા જુગારધામમાં પોલીસ 12 લાખનો માસિક હપ્તો વસૂલતી હોવાનો આક્ષેપ, 9 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ જુઓ Video

મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન-મૂળી પંથકના પેટાળમાં કાર્બોસેલનો અખૂટ જથ્થો આવેલો છે. ત્યારે ખનીજ માફીઆઓ દ્વારા આ પેટાળમાં રહેલા કાર્બોસેલના જથ્થાની ચોરી કરવામાં આવે છે. જેના દ્વારા તેઓ કરોડોની આવક કરે છે. કાર્બોસેલની ચોરી માટે સૌપ્રથમ વખત કુવો ખોદવો પડે છે અને આ કૂવો ખોદવા આ વિસ્તારમાં પથ્થરની જગ્યાઓ આવેલી હોય એટલે વિસ્ફોટ કરવા પડતા હોય છે. એક ખાડો ખોદવા પાછળ પાંચથી સાત લાખ રૂપિયાનો ખર્ચો ખનીજ માફિયાઓ કરતા હોય છે. એવા ખાસ કરીને ખાડો ખોદવા માટે જિલેટિન નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે.

જિલેટિન એટલે એક પ્રકારનો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ જમીનમાં કરવામાં આવતા જમીનમાં એક વખત વિસ્ફોટ બાદ પાંચથી સાત ફૂટ જેટલો ખાડો પડે છે. આ વિસ્ફોટ વારંવાર કરવાના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, જીલેટીન ફોડવા માટે પણ જિલ્લા પ્રશાસન વિભાગની પરવાનગી લેવી જરૂરી છે, પરંતુ જિલ્લા પ્રશાસન વિભાગે આવા પદાર્થ ફોડવાની છેલ્લા 20 વર્ષથી પરમિશન આપી નથી. તેમ છતાં પણ ખનીજ માફીઆઓ આવા પદાર્થો ફોડી અને બેફામ રીતે જિલ્લામાં ખનીજ ચોરી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 17, 2023 10:13 AM