રામ મંદિરને લઈને સૌથી મોટા સમાચાર, રામલલાની મૂર્તિની કરાઈ પસંદગી, જાણો કેવી હશે મૂર્તિ
ગર્ભગૃહમાં વિદ્યમાન થનારી રામલલાની 51 ઈંચ લાંબી મૂર્તિમાં રામલલા 5 વર્ષના બાળકના રૂપમાં હશે. આ મૂર્તિ રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણિત રૂપ જેવી જ હશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કર્ણાટકના શિલ્પકાર યોગીરાજની પ્રતિમાને મુખ્ય મૂર્તિ રૂપે પસંદ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અયોધ્યામાં રામ મંદિરમાં વિદ્યમાન થનારી “રામલલા”ની મૂર્તિ નક્કી થઈ ચુકી છે. રામ મંદિરના ગર્ભગૃહમાં આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મૂર્તિ કઈ છે તેની સત્તાવાર જાહેરાત આવનારા દિવસોમાં કરવામાં આવશે. હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામલલાની પ્રતિમા 51 ઈંચ લાંબી હશે.
ગર્ભગૃહમાં વિદ્યમાન થનારી રામલલાની 51 ઈંચ લાંબી મૂર્તિમાં રામલલા 5 વર્ષના બાળકના રૂપમાં હશે. આ મૂર્તિ રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણિત રૂપ જેવી જ હશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કર્ણાટકના શિલ્પકાર યોગીરાજની પ્રતિમાને મુખ્ય મૂર્તિ રૂપે પસંદ કરવામાં આવી છે. રામલલાની મૂર્તિની તસ્વીર હજુ સુધી સામે આવ્યો નથી.
આ પણ વાંચો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે કેટલી સીડીઓ ચઢવી પડશે ? જાણો કેટલા છે મંદિરના દરવાજા

