Sabarkantha : સત્યમ ચોકડી પાસે એક કર્મચારી સાથે 15 લાખની લૂંટ, જુઓ ઘટનાનો CCTV વીડિયો

author
| Edited By: | Updated on: Mar 26, 2025 | 12:02 PM

ગુજરાતમાં પણ અવારનવાર ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટની ઘટના બની હતી. 2 લૂંટારુ બાઈક સવારોના CCTV સામે આવ્યા છે. 15 લાખ લઈને બેન્કમાં ભરવા જતા યુવકને લૂંટ્યો હતો.

ગુજરાતમાં પણ અવારનવાર ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટની ઘટના બની હતી. 2 લૂંટારુ બાઈક સવારોના CCTV સામે આવ્યા છે. 15 લાખ લઈને બેન્કમાં ભરવા જતા યુવકને લૂંટ્યો હતો. બેન્ક નજીક જ યુવક પાસેથી રુપિયા તફડાવી 2 ઈસમો ફરાર થયા છે. CCTVના આધારે ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઈડરમાં થઈ હતી 15 લાખની લૂંટ

મળતી માહિતી અનુસાર યુવાન તેની કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી રુપિયા 20 લાખ ઉપાડી અન્ય બેન્કમાં જમા કરાવવા નીકળ્યો હતો. એક બેન્કમાં તેણે પાંચ લાખ રુપિયા જમા કરાવી દીધા હતા. ત્યારબાદ 15 લાખ અન્ય બેન્કમાં જમા કરાવવા જવા તે રીક્ષામાં બેઠા હતા. પરંતુ તે સમયે ત્યાં બાઈક પર આવેલા 2 ઈસમોએ યુવાનને લૂંટી લીધા હતા.

લૂંટના CCTV આવ્યા સામે

ઉલ્લેખનીય છે કે ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. 2 લૂંટારુ બાઈક સવારોના CCTV સામે આવ્યા છે. 15 લાખ લઈને બેન્કમાં ભરવા જતા યુવકને લૂંટ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો