Surat : લસકાણામાં પત્નીના આડાસંબંધ હોવાની શંકામાં પતિ બન્યો હત્યારો, જુઓ Video

Surat : લસકાણામાં પત્નીના આડાસંબંધ હોવાની શંકામાં પતિ બન્યો હત્યારો, જુઓ Video

| Edited By: | Updated on: May 28, 2023 | 4:11 PM

સુરતના લસકાણા વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કર્યા બાદ પતિએ પત્નીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. પત્નીના આડાસંબંધ હોવાની શંકામાં હત્યાને અંજામ આપ્યો હતો.

Surat: આડા સંબંધ ની દાઝ ક્યારેક મોતની ઘટનાને અંજામ આપતી હોય છે. આવી જ ઘટના સુરતમાં બની છે જેમાં સુરતના લસકાણા વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીના આડા સંબંધના વહેમમાં પતિ જ હત્યારો બન્યો હોવાની ઘટના સામે આવી છે. અને પોતાની જ પત્નીનું ઢીમ ઢાળી દીધું છે. લસકાણા વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા. જોકે મહત્વની છે કે ઘર સંસારમાં નાના મોટા ઝગડા સામાન્ય માનવમાં આવે છે. પરંતુ સુરતની આ ઘટના હચમચાવી નાખે તેવી છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. જેને લઇ અવારનવાર ઝઘડા થતાં હતા. ત્યારે આડા સંબંધના વહેમમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો સીએમને પત્ર, કહ્યું ભેળસેળીયા તત્વો વિરુદ્ધ કાયદાને મજબૂત બનાવો

મહત્વનુ છે કે આ ઘટનામાં પત્નીની હત્યાને અંજામ આપ્યાં બાદ હત્યારા પતિએ પોતાની પત્નીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. ક્રૂરતા ભરી આ ઘટના છે, જેમાં રોજ બરોજના ઝગડા પત્નીનો જીવ લેવા સુધી પહોંચ્યા છે. મહત્વનુ છે કે આ બાબતે હાલ તો પોલીસે હત્યારા પતિની અટકાયત કરી છે. લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા સ્થળ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો