Ahmedabad : વટવામાં એક બંગલામાંથી ઝડપાઇ દારૂની 261 બોટલ, દારુની હોમ ડિલિવરી કરાતી હતી, જૂઓ Video

Ahmedabad : વટવામાં એક બંગલામાંથી ઝડપાઇ દારૂની 261 બોટલ, દારુની હોમ ડિલિવરી કરાતી હતી, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 05, 2023 | 11:48 AM

આરોપી જીગર શાહની પોલીસે (Vatva police) ધરપકડ કરી છે. દારૂ રાખવા માટે રૂપિયા 10 હજારમાં બંગલો ભાડે રાખ્યો હતો. આરોપી જીગર અને વોન્ટેડ બુટલેગર મનીષ સાથે દારૂનું વેચાણ કરતા હતા.

Ahmedabad : ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર દારુનો (Liquor) વેપાર થતો હોવાનું ઝડપાઇ રહ્યુ છે. ત્યારે વધુ એક વાર દારુ ઝડપાયો છે. અમદાવાદના વટવા વિસ્તારના ઓમ શાંતિ બંગલામાંથી PCB ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આરોપી જીગર શાહની પોલીસે (Vatva police) ધરપકડ કરી છે. દારૂ રાખવા માટે રૂપિયા 10 હજારમાં બંગલો ભાડે રાખ્યો હતો. આરોપી જીગર અને વોન્ટેડ બુટલેગર મનીષ સાથે દારૂનું વેચાણ કરતા હતા. દારૂની 261 બોટલ સહિત કુલ 4 લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. બંગલામાં રાખેલા દારૂની હોમ ડિલિવરી કરતા હતા. જેથી પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-પૂરપાટ જતી કાર અચાનક જ હવામાં ફંગોળાઇ, બનાસકાંઠાના અકસ્માતના CCTV જોઇ તમે પણ રહી જશો દંગ, જૂઓ Video

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો