પૂરપાટ જતી કાર અચાનક જ હવામાં ફંગોળાઇ, બનાસકાંઠાના અકસ્માતના CCTV જોઇ તમે પણ રહી જશો દંગ, જૂઓ Video
કારચાલકે અચાનક જ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપની દીવાલ સાથે અથડાઈ અને ખેતરમાં ખાબકી હતી. અકસ્માતની ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે.
Banaskantha : બનાસકાંઠામાં ધાનેરાના સામરવાડા પાસે પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત (Accident) થયો છે. પૂરપાટ જતી કાર અચાનક જ હવામાં જાણે ઉડવા લાગે છે અને સામેની દિવાલને જઇને ટકરાઇ જાય છે. કારચાલકે અચાનક જ સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપની દીવાલ સાથે અથડાઈ અને ખેતરમાં ખાબકી હતી. અકસ્માતની ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે.
CCTVમાં જોઈ શકાય છે કે બેફામ ઝડપે આવી રહેલ કારચાલકે કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ હતી અને પેટ્રોલ પંપની 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં ખાબકી હતી. જે પછી કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો, ત્યારે પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
