વિરમગામમાં ભોજવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં મસમોટુ ગાબડુ, ખેતરમાં ફરી વળ્યુ પાણી- વીડિયો
અમદાવાદ: વિરમગામમાં ભોજવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ગાબડુ પડ્યુ છે. ગોરૈયા શાખાની નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડુ પડ્યુ છે. ગાબડુ પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યુ જેના કારણે કપાસ અને એરંડાના ઉભા પાકને નુકસાન થયુ છે.
રાજ્યમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જેમાં વધુ એક નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લામાં વિરમગામના ભોજવા ગામ પાસે પસાર થતી માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગોરૈયા શાખાની નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું અને કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. જેના કારણે આશરે 10 વિઘા જમીનમાં કપાસ અને એરંડાના ઉભા પાકને નુકસાનની થવાની ભીતિ છે.
વારંવાર પડતા ગાબડાને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. કેનાલનું પાણી કપાસ અને એરંડાના પાકમાં ફરી વળ્યુ છે. તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
