ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો પહોંચ્યો 44.5 ડિગ્રીએ, અમદાવાદ-ડીસા-ગાંધીનગર-અમરેલી-સુરેન્દ્રનગરમાં પારો 43ને પાર

ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો પહોંચ્યો 44.5 ડિગ્રીએ, અમદાવાદ-ડીસા-ગાંધીનગર-અમરેલી-સુરેન્દ્રનગરમાં પારો 43ને પાર

| Edited By: | Updated on: Apr 30, 2025 | 7:28 PM

આગામી 2 મેના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામી રહ્યું છે તેના કારણે ગુજરાત સહીત દેશના વિભિન્ન પ્રાંતમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતની વાત કરીએ તો શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. જેના એકાદ-બે દિવસમાં ઉત્તર, મધ્ય-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસશે.

ગુજરાતમાં પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાંથી નીચા સ્તરે વહેતા સુકા અને ગરમ પવનને કારણે તાપમાનનો પારો ઉચકાયો છે. ગુજરાતમાં દિવસે નોંધાઈ રહેલા મહત્તમ તાપમાનના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. સામાન્ય તાપમાન કરતા વધુ તાપમાન નોંધાશે. જો કે, આગામી 4 થી 7 મે સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં આવતીકાલ 1 મેના રોજ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આગામી 2 મેના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામી રહ્યું છે તેના કારણે ગુજરાત સહીત દેશના વિભિન્ન પ્રાંતમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતની વાત કરીએ તો શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. જેના એકાદ-બે દિવસમાં ઉત્તર, મધ્ય-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસશે.

એક નજર કરીએ ગુજરાતના વિવિધ શહેરોમાં આજે 30મી એપ્રિલને 2025ના રોજ નોંધાયેલા દિવસના મહત્તમ તાપમાન પર (તાપમાન ડિગ્રીમાં)

અમદાવાદ 43.5
ડીસા 43.5
ગાંધીનગર 43.4
વલ્લભવિદ્યાનગર 42.1
વડોદરા 41.6
સુરત 35.6
ભુજ 42.4
નલિયા 37.4
કંડલા એરપોર્ટ 45.4
અમરેલી 43.8
ભાવનગર 39.6
દ્વારકા 32.4
ઓખા 33.6
પોરબંદર 35
રાજકોટ 44.5
વેરાવળ 32.8
સુરેન્દ્રનગર 43.3
કેશોદ 40

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો