Rain News : ભરુચ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર, આમલાખાડીમાં ઘોડા તણાયા, જુઓ Video

|

Jul 24, 2024 | 4:59 PM

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચના અંકલેશ્વર નજીક આમલાખાડીમાં ઘોડા તણાયા હોવાની ઘટના સામે આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચના અંકલેશ્વર નજીક આમલાખાડીમાં ઘોડા તણાયા હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં ઘોડા તણાયા છે. ભારે વરસાદથી આમલાખાડીમાં જળસ્તર વધતા લોકોને હાલાકી થઈ રહી છે.

ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ

બીજી તરફ ભરુચમાં ધોધમાર વરસાદના કારણે સ્ટેશન રોડ વિસ્તારની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખાડીના મકાનોમાં પાણી ઘુસ્યા છે. લોકોને સલામતીના ભાગરૂપે ઊંચાણવાળા સ્થળે ખસેડાયા છે. જિલ્લા કલેકટરે વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ તૈનાત કરી છે. લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા ઘરવખરીને ભારે નુકસાન થયુ છે.

ઝઘડિયામાં ધમસમતા પાણીમાં કર્મચારી ફસાયો

આ તરફ ઝઘડિયામાં ધમસમતા પાણીમાં કર્મચારી ફસાયો હતો. ઝઘડિયા GIDCમાંથી આવતો કર્મચારી પાણીના પ્રવાહમાં બાઈક સાથે ફસાયો હતો. બે કલાકની જહેમત બાદ ફસાયેલા કર્મચારીનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે કર્મચારીને બચાવ્યો.

Next Video