ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રેન બસમાં સવારી કરી, પ્લેટફોર્મ, કેન્ટીન શૌચાલયનું કર્યુ નિરીક્ષણ, બસપોર્ટમાં મુસાફરો સાથે કરી ચર્ચા- વીડિયો
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રેન બસમાં સવારી કરી. અમદાવાદથી તેઓ રાજકોટ વંદે ભારત ટ્રેનમાં આવ્યા, રાજકોટથી અમદાવાદ એસટી બસમાં પહોંચ્યા. રાજકોટ એસટી ડેપોનું પણ તેમણે નિરીક્ષણ કર્યુ અને મુસાફરો સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી હતી.
જાહેર પરિવહનના સાધનોમાં લોકોને કોઈ તકલીફ છે કે નહીં તે જાણવા ખુદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી. ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી લોકો પાસેથી સમસ્યાઓ જાણી. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં આવ્યાં હતા અને રાજકોટથી અમદાવાદ એસટી બસમાં મુસાફરી કરી આવ્યાં હતા.
હર્ષ સંઘવી રાજકોટથી અમદાવાદ એસટી બસમાં ગયા
હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી અને ત્યારબાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાજકોટથી એસટી બસમાં અમદાવાદ જવા માટે રાત્રે 11.45 વાગ્યે રવાના થયા હતા. આ સમયે હર્ષ સંઘવી બસપોર્ટ ખાતે મુસાફરોને મળ્યા હતા અને પ્લેટફોર્મ, કેન્ટીન, વેઇટિંગ રૂમ ઉપરાંત શૌચાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને મુસાફરલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ: ધોરાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની મબલખ આવક, ભાવ ગયા તળિયે, ખેડૂતોની બેઠી માઠી દશા
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
