VIDEO : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનુ મોટુ નિવેદન, ‘મોરબી દુર્ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે’

|

Oct 31, 2022 | 10:43 AM

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ કહ્યું કે, રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં આસપાસના પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે.

મોરબીની ઝૂલતા પુલની  દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 141 થી વધુના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે. દુર્ઘટનાને લઈને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો : હર્ષ સંઘવી

તેમણે કહ્યું કે, હાલ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા ઈજાગ્રસ્ત લોકોને સારવાર મળે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી. હાલ ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓ સતત ગુજરાત ટિમ સાથે સંપર્કમાં હતું.
200 થી વધુ અલગ અલગ ફોર્સના લોકો બચાવ કામગીરીમાં જોડાયા છે. તમામ દિશામાં એકસાથે કામગીરી કરવામાં આવી રહી છે
હજીપણ 2 લોકો લાપતા છે તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે.આવી ઘટનામાં સરકારની પ્રથમ ફરજ બચાવ કામગીરીની હોય,
થોડા સમયમાં બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાયપાવર કમિટીના સભ્યો રાત્રે જ મોરબી પહોંચી ગયા છે, રાત થી જ તપાસ કામગીરી શરુ થઇ ગઈ છે.

તો વધુમાં કહ્યું કે, રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં આસપાસના પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે. બ્રિજનું સમારકરામ કરનાર કંપની સામે પણ ગુનો દાખલ કરાયો છે. કલમ  304, 308, 114 તેમના વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. તો હજુ 2 લોકો લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Published On - 9:12 am, Mon, 31 October 22

Next Video