દેશના ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તરાયણના અવસરે અસલ અમદાવાદી મિજાજમાં જોવા મળ્યા. આમ તો અમિત શાહ રાજનીતિના દાવપેચ લડાવવામાં અને ગુંચવાયેલા પેચ ઉકેલવા માટે જાણીતા છે. પણ જ્યારે તે ખરેખર પતંગના પેચ લડાવતા હોય ત્યારે ખરા અર્થમાં તેમનો અમદાવાદી અંદાજ જોવા મળે. દિવસની શરૂઆત તેઓએ અમદાવાદના મેમનગરથી કરી હતી અહિં તેઓએ શાંતિનિકેતન એપાર્ટેમેન્ટના ટેરેસ પર મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. મુખ્યપ્રધાન અને ભાજપના કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા.
ત્યારબાદ તેઓ ત્યાર બાદ રાણીપ વોર્ડમાં આર્યવિલા એપાર્ટમેન્ટમાં અમિત શાહે પતંગ ચગાવી હતી જ્યારે તેમના પત્નીએ ફીરકી સાથ આપ્યો હતો અહિં પણ તેઓ ઉત્તરાયણની ભરપૂર મજા લેતા જોવા મળ્યા હતા. પતંગ કાપી પાક્કા પતંગબાજની જેમ લડાવી લપેટ લપેટની બૂમો લગાવી હતી અને દિવસના અંતે સાબરમતી ખાતે અર્હમ રીજન્સી ખાતે ઉત્તરાયણનાં સાંજના માહોલ્લનો આનંદ માણયો સાથે પત્ની સાથે લાડુની મજા માણી હતી. આ દરમિયાન ચાની ચુસ્કી સાથે અમદાવાદની સાંજની ઉતરાયણનો નજારો માણતા તેઓ જોવા મળ્યા હતા.
આ અગાઉ અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં જઈ પૂજા-અર્ચના કરી હતી. જે બાદ ઉત્તરાયણ પર્વે વિધિવત રીતે ગૌપૂજન કરી પૂણ્યનું ભાથુ બાંધતા જોવા મળ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:06 pm, Tue, 14 January 25