ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 447 કરોડના વિકાસનકામોનું કર્યુ ખાતમૂહુર્ત, સાંજે વાઈબ્રન્ટ નવરાત્રીનો કરાવશે પ્રારંભ- Video

|

Oct 03, 2024 | 6:05 PM

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 447 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યુ. આજે સાંજે તેઓ GMDC ખાતે આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રીનો પણ પ્રારંભ કરાવશે. આ ઉપરાંત વિવિધ સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં પણ શાહ હાજરી આપશે.

બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 447 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યુ. મ્યુનિસિપલ કોર્પોર્શનના પૂર્વ અને પશ્ચિમ લોકસભા મત વિસ્તારના 447 કરોડના ખર્ચે તૈયાર થનારા કૂલ 88 પ્રજાલક્ષી કાર્યોનું ઈલોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કર્યુ. આ ઉપરાંત આજે સાંજે તેઓ નવનિર્મિત શાહીબાગ પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કરશે.

જે બાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્વનો પ્રારંભ કરાવશે તેમજ વિવિધ સોસાયટીમાં ગરબા મહોત્સવમાં પણ હાજરી આપશે. ભાડજમાં તેમના સંબોધનમાં અમિત શાહે જણાવ્યુ કે ગુજરાતીઓ માટે કહેવાય છે કે જેમણે ગુજરાતની નવરાત્રી નથી જોઈ તેમણે ગુજરાતને ઓળખ્યુ જ નથી. અમદાવાદ મહાનગરના કુળદેવી ભદ્રકાળી માતાનું સ્થાપન 600 વર્ષ જૂનુ છે.

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન પર લાવવા આહ્વાન કર્યુ. તેમણે સાણંદ વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્દઘાટન કર્યુ. આ અગાઉ તેમણે ભાડજમાં 447 કરોડના વિકાસકામોનું ઈ લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કર્યુ. આ તકે શાહે જણાવ્યુ કે છેલ્લા 5 વર્ષમાં 37 હજાર કરોડ રૂપિયાના વિકાસકામો ગાંધીનગર લોકસભામાં થયા છે. બાળકોના વિકાસ, તળાવ બનાવવા, રોડ, ઓવરબ્રિજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, પ્રાથમિક શાળાઓ એમ દરેક ક્ષેત્રના કામો થયા છે. અમિત શાહે જણાવ્યુ કે અમદાવાદના સૌ નાગરિકોને વિનંતિ કરુ છુ કે આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પહેલા નંબરે આવે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:32 pm, Thu, 3 October 24

Next Video