અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે વિશ્વકપની મેચ રમાનારી છે. મેચને લઈ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના સુરક્ષા બંદોબસ્તની લઈ તેઓએ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. મેચને લઈ સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ સ્થાનિક મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે. પાણીનો ભરપૂર ઉપયોગ કરવા માટે પણ ગૃહ રાજ્ય પ્રધાને અપીલ કરી હતી.
14 ઓક્ટોબરે રમાનારી મેચને લઈને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ માટે સમીક્ષા કરવામાં આવી હતી. સ્ટેડિયમનો હવાલો હવે સુરક્ષા દળોએ સંભાળી લીધા બાદ ગૃહ પ્રધાને રુબરુ બંદોબસ્ત નિરીક્ષણ કરીને જરુરી સૂચનાઓ આપી હતી. અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તાર પર દાખવવામાં આવી રહ્યો છે.
Published On - 6:28 pm, Wed, 11 October 23