Sabarkantha: ખેડબ્રહ્માના અંબાજી મંદિરમા ભક્તોએ દાનપેટી છલકાવી દીધી, થઈ અધધ..આવક, જુઓ Video
ભક્તોનો ધસારો તાજેતરના ધાર્મિક તહેવારને લઈ વધારે રહ્યો હતો, સાથે જ ભક્તોએ પણ માના દરબારમાં નાણાંની ભેટ માના ચરણોમાં ધરી હતી. બેંકના કર્મચારીઓ, બે પંચ અને ટ્રસ્ટીઓની રુબરુમાં દાનપેટીને ખોલી તેમાંથી નિકળતી રકમની ગણના કરવામાં આવી હતી. આ ગણતરીની પ્રક્રિયા પાંચ દિવસ સુધી ચાલી હતી.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્રામાં આવેલ પૌરાણીક અંબાજી મંદિરને છેલ્લા દોઢ માસમાં 40 લાખ રુપિયાની આવક દાનપેટી દ્વારા થઈ છે. ભક્તોએ ભાદરવી પૂનમના મેળા દરમિયાન અને શ્રાવણ મહિના દરમિયાન મંદિરની દાનપેટીને છલકાવી દીધી છે. દાનપેટીને દોઢ માસ બાદ ખોલવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા CCTV હેઠળ દાનપેટીને ખોલવા અને તેની રકમને ગણવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં 40 લાખ રુપિયાની રકમ મળી છે.
આ પણ વાંચોઃ Aravalli: ભ્રષ્ટાચારીએ ગરીબને પણ ના છોડ્યો! પ્રધાનમંત્રી આવાસ માટે લાંચ માંગતો તલાટી ACB ના છટકામાં ઝડપાયો, જુઓ Video
ભક્તોનો ધસારો તાજેતરના ધાર્મિક તહેવારને લઈ વધારે રહ્યો હતો, સાથે જ ભક્તોએ પણ માના દરબારમાં નાણાંની ભેટ માના ચરણોમાં ધરી હતી. બેંકના કર્મચારીઓ, બે પંચ અને ટ્રસ્ટીઓની રુબરુમાં દાનપેટીને ખોલી તેમાંથી નિકળતી રકમની ગણના કરવામાં આવી હતી. આ ગણતરીની પ્રક્રિયા પાંચ દિવસ સુધી ચાલી હતી. 10 રુપિયાની નોટની આવક વધારે પ્રમાણમાં હોવાને લઈ ગણતરી લાંબી ચાલી હતી.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 11, 2023 04:27 PM
Latest Videos