Gir Somnath: હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, જુઓ Video
હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ડેમનું નિર્ધારીત રૂલ લેવલ જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવામાં આવશે.
Gir Somnath: ગીર સોમનાથમાં આવેલો હિરણ-2 ડેમ (Hiran-2 dam) 86 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ડેમનું નિર્ધારીત રૂલ લેવલ જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવામાં આવશે. જેના પગલે વેરાવળ-તાલાલાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઇ જવા કડક સૂચના આપવામાં આવી છે.
તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે.
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો