Bhavnagar : નીલકંઠ મહાદેવ મંદિરનો વિવાદ વણસ્યો,હિન્દુ સંગઠનના બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ
હિંદુ સંગઠનની માંગ છે કે, મહાદેવજીના મંદિરની પૂજા વિધિ અને રાત્રી રોકાણ ભક્તજનોને કરવા દેવામાં આવે, અને આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા મંદિરનો કબજો હટાવવામાં આવે.
ભાવનગરના(Bhavnagar) પાલીતાણાના શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં (hanuman temple) વર્ષોથી પૂજારી સેવા પૂજા કરે છે.પરંતુ તાજેતરમાં આણંદજી ક્લાયાણજી પેઢીએ મંદિરનો કબ્જો લઈ તેમના કર્મચારી અને પૂજારી મુકવા પર વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. શરણાનંદ સ્વામીએ (Sharnanand Swami) પેઢી સામે 13 દિવસ સુધી ઉપવાસ આંદોલન કર્યું હતું પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેથી પાલિતાણા (palitana) વાસીઓએ સ્વામીના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. હિંદુ સંગઠનની માંગ છે કે, મહાદેવજીના મંદિરની પૂજા વિધિ અને રાત્રી રોકાણ ભક્તજનોને કરવા દેવામાં આવે, અને આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા મંદિરનો કબજો હટાવવામાં આવે.
સંતો અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સામ-સામે
નીલકંઠ મહાદેવના મંદિરને લઈ હાલ સંતો અને શેઠ કલ્યાણજી પેઢી આમને-સામને જોવા મળી રહી છે. થોડા દિવસો અગાઉ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ જૂનાગઢ, મહામડેલ્શ્વર પૂજ્ય રમજુબાપુ, પૂજ્ય લહેર ગીરી બાપુ, થાણા પતિ જૂનાગઢ આખાડા તેમજ આદિ સંતો ઉપવાસ આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે સામાજિક સંસ્થાઓ તેમજ યુવાન મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહીને વિરોધ (protest) નોંધાવ્યો હતો.