AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી જવાની ઘટનાના વિરોધમાં ગાંગરડી ગામ સજ્જડ બંધ

Dahod: વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી જવાની ઘટનાના વિરોધમાં ગાંગરડી ગામ સજ્જડ બંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 1:04 PM
Share

સમગ્ર મામલો લવ જેહાદ (Love Jihad) જોડે સંકળાયેલો હોવાથી ગાંગરડી ગામના લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ગામમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે. બંધની જાહેરાતના પગલે ગાંગરડી ગામમાં દુકાનો બંધ જોવા મળી.

દાહોદના (Dahod) ગાંગરીડા ગામમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને ભગાડી જવાની ઘટનાના વિરોધમાં હીંદુ સંગઠનોએ બંધનું એલાન આપ્યુ છે. બંધના એલાનને પગલે ગરબાડામાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યુ છે. વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ ગાંગરડી ગામના લોકો દ્વારા ગામની યુવતીને પરત લાવવાની માગ પ્રબળ બની રહી છે. તો બીજી તરફ પોલીસે (Dahod Police) આ કેસમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

દાહોદના ગાંગરડીમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. ગોધરા શહેરમાં રહેતો યુવક ગાંગરડી ગામની યુવતીને ભગાડી જતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલો લવ જેહાદ જોડે સંકળાયેલો હોવાથી ગાંગરડી ગામના લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ગામમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે. બંધની જાહેરાતના પગલે ગાંગરડી ગામમાં દુકાનો બંધ જોવા મળી. વેપારીઓએ ઘટનાના વિરોધમાં સજ્જડ બંધ પાળ્યુ છે.

બીજી તરફ ગાંગરડી સંપૂર્ણ બંધના પગલે પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ભરૂચ : કાંકરિયા ગામમાં ધર્માંતરણ કેસમાં 4 આરોપીની ધરપકડ, અગાઉ ઝડપાયેલા 8 આરોપીની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ

આ પણ વાંચો : જંબુસરના માલપુર ગામમાં આગની ઘટનામાં ત્રણ મકાન ભસ્મીભૂત, રહેવાસીઓએ તમામ ઘરવખરી ગુમાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 29, 2022 01:04 PM
g clip-path="url(#clip0_868_265)">