આજનું હવામાન : ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય ! આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય ! આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Sep 01, 2025 | 7:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે છે. બંગાળની ખાડીની મધ્યથી બિકાનેર, અજમેર, દામોહ, રાયપુર સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે.મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે છે. બંગાળની ખાડીની મધ્યથી બિકાનેર, અજમેર, દામોહ, રાયપુર સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે.મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન છે.બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. મિડલ ટ્રોપોશ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન કોંકણના દરિયાકાંઠાના ઉત્તરમાં અને તેની આસપાસ લેસ માર્ક થયું છે.જેથી ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદ જોવા મળશે.

આજે તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે. સોમવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.બીજી તારીખે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.ત્રીજી તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.આ દિવસે સુરત, તાપી, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે.આ સાથે મહીસાગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો