Weather Breaking : ગુજરાતમાં 24 કલાક અતિભારે, છોટા ઉદેપુરમાં આવી શકે છે તોફાની વરસાદ, દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જૂઓ Video

|

Jul 28, 2023 | 3:24 PM

આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી છુટોછવાયો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2023 : હવામાન વિભાગે (Meteorological department) વરસાદને (Rain) લઈને આગાહી કરી છે. રાજ્યમાં 5 દિવસને લઇને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી છુટોછવાયો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarati Video : વલસાડના મધુબન ડેમની જળ સપાટી 72.70 મીટરે પહોંચી, નીચાણવાળા 37 જેટલા ગામોને એલર્ટ કરાયા

જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી ચે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video