Rajkot : રાજકોટના ઉપલેટામાં ગત સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે મોજ ડેમમાં (Moj Dam) નવા નીરની આવક થઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદે બીજા રાઉન્ડમાં પણ ધમાકેદાર એન્ટ્રી મારી છે.
મોજ ડેમમાં નવા નીરની આવક થતા સતત ત્રીજી વખત ઓવરફ્લો (overflow) થઇ ગયો છે. ડેમ છલોછલ થઇ જતા તેના 2 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમનું પાણી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- Surat : મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી પોલીસ સકંજામાં, બે ગુનાના ભેદ ઉકેલાયા
હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેથી ડેમના આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો