Gujarat Rain : જામનગરના કાલાવડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, જાહેરમાર્ગો પર ફરી વળ્યા પાણી, જુઓ Video
જામનગરના કાલાવડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જામનગરના કાલાવડના દેવપુર, ખંઢેરા, નવારાણુંજા, હરિપર, નાનીવાવડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
Rain : રાજ્યભરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યાં જ જામનગરના કાલાવડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જામનગરના કાલાવડના દેવપુર, ખંઢેરા, નવારાણુંજા, હરિપર, નાનીવાવડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ભારે વરસાદને પગલે જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યા છે.
તો બીજી તરફ જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન થઈ છે. તો માંગરોળમાં ચાર કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. તો માળિયામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. આ સાથે જ જૂનાગઢના માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તો નદી નાળાઓમાં પુરની સ્થિતિ જોવા મળી છે.