Gujarat Rain: અમરેલીના બગસરામાં જુના વાઘણીયા ગામમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યુ, જુઓ Video
Amreli Rainfall Report

Follow us on

Gujarat Rain: અમરેલીના બગસરામાં જુના વાઘણીયા ગામમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યુ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 24, 2023 | 8:43 PM

Amreli Rainfall Report: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જુના વાઘણીયા ગામની શેરીઓના રસ્તાઓ જાણે તોફાની નદી જેવા નજર આવવા લાગ્યા હતા.

 

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જુના વાઘણીયા ગામની શેરીઓના રસ્તાઓ જાણે તોફાની નદીઓ જેવા નજર આવવા લાગ્યા હતા. શનિવારે ધોધમાર વાર વરસાદ બગસરા તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસ્યો હતો. જુના વાઘણીયા ઉપરાંત ધારી, નાજાપુર અને કુકાવાવ પંથકમાં પણ ધોધમાર વરસાદ હોવાના સમાચાર સામે આવ્યા છે. ધોદમાર વરસાદને લઈ સ્થાનિક ગામના રસ્તાઓ પર પાણી વહ્યા હતા.

આ પણ વાંચોઃ  Rain in Sabarkantha : સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમા વરસાદ

રસ્તાઓ પરના આ દ્રશ્યો નદી સમાન ભાસી રહ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી સ્થાનિક ગામની શેરીઓના રસ્તાઓ પર વહ્યા હતા. રસ્તા પર પાણી ખૂબ વહેવાને લઈ રસ્તા પર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં આજે શનિવારે માહોલ વરસાદી રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ.

 

આ પણ વાંચોઃ  Cheteshwar Pujara Selection: ચેતેશ્વર પુજારાને Team India થી બહાર થયા બાદ અન્ય ટીમ મળી, દુલીપ ટ્રોફીમાં આવશે નજર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Jun 24, 2023 08:43 PM