ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ અને દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ, જુઓ Video

|

Jul 22, 2023 | 2:07 PM

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને 44 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢના વિસાવદરમાં 8 ઇંચ વરસાદ તો પારડીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને 44 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Heavy Rain) નોંધાયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢના વિસાવદરમાં 8 ઇંચ વરસાદ તો પારડીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે ધરમપુર, ડોલવણ, વલસાડમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો હતો. પાદરા, ઉમરગામ, વાપી, કલ્યાણપુરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો : Saurashtra Dam: સૌરાષ્ટ્રના જુદા-જુદા ડેમના જળસંગ્રહમાં વધારો, 34 જળાશયો થયા ઓવરફ્લો, જુઓ Video

રાજ્યના 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો, તો 10 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 5 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરની શેરીઓમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયાં. 2 દિવસમાં તાલુકામાં 15 ઈંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video