દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, ચેકડેમ-નાળા છલકાયા, જુઓ વીડિયો

|

Jul 18, 2024 | 7:17 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા, અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર વહ્યાં હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ખાસ કરીને જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા, અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર વહ્યાં હતા. જેના પગલે, રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે સાની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ચેકડેમો અને તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

કલ્યાણપુરના જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવવાથી કેટલીક ગાયો ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. નદીમાંથી પસાર થતા સમયે ધસમસતા પાણીમાં ફસાઈ ગાય ફસાઈ ગઈ હતી. જો કે તેનુ રેસ્ક્યુ કરવામા આવ્યું હતું.
ધોધમાર વરસાદના કારણે રાવલ પાસે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.

સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ખેતરોમાં ઊભો પાક, વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણી ભરાઈ રહેવાના પગલે, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

 

 

Next Video