ભિલોડા અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર પાણી ભરાયા, જુઓ વીડિયો

|

Jul 15, 2024 | 4:12 PM

ગત મોડી રાત્રી બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ સોમવારે બપોરના અરસા દરમિયાન ભિલોડાથી શામળાજી સુધીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડામાં બપોરના અરસા દરમિયાન દોઢેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાત્રી બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ સોમવારે બપોરના અરસા દરમિયાન ભિલોડાથી શામળાજી સુધીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડામાં બપોરના અરસા દરમિયાન દોઢેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભિલોડા અને શામળાજી વિસ્તારમાં સ્થાનિક ખેડૂતો પણ વરસાદીની રાહ જોઈ રહ્યા હતા. અપેક્ષા મુજબ જ વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસવાને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ હતી. ખેડૂતોને લાંબા સમયથી ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જોકે સોમવાર સવારથી જ વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં ખુશી વર્તાઈ હતી.

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:07 pm, Mon, 15 July 24

Next Video