Rain In Banaskantha: અમીરગઢમાં ભારે વરસાદ, મગફળીના વાવેતરમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત, જુઓ Video

|

Jul 07, 2023 | 10:33 AM

જુલાઇ મહિનામાં વરસાદે હવે જમાવટ કરી છે. તો, બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. અમીરગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આ તરફ ઇકબાલગઢ વિસ્તારમાં વરસાદ બાદ દોઢ ઇંચ સુધી પાણી ભરાઇ ગયા હતા.

Rain In Banaskantha :  જુલાઈ મહિનામાં વરસાદે હવે જમાવટ કરી છે તો બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. અમીરગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આ તરફ ઈકબાલગઢ વિસ્તારમાં વરસાદ બાદ દોઢ ઈંચ સુધી પાણી ભરાઇ ગયા હતા. ચારેય તરફ માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : Banaskantha Rain : પાલનપુરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, અનેક હાઇવે પાણીમાં ડૂબ્યા

જિલ્લામાં ધોધમાર વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લોકોને ગરમી અને બફારામાંથી પણ રાહત મળે છે. તો બનાસકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. લાખણી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કુડા, કોટડા, મોરાલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદને કારણે લાખણીમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video