Monsoon 2023: અમદાવાદમાં ગણતરીના કલાકમાં પડેલા વરસાદે કોર્પોરેશનની ઇજ્જતને પાણીમાં ડૂબાડી, ઠેક ઠેકાણે લોકો પાણીમાં અટવાયા, જુઓ Video
અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. સરખેજ અને જોધપુર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે.
Monsoon 2023: અમદાવાદના જોધપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજ્યના 196 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સાંજ થી અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. જોધપુર, ખોખરા મણિનગર, શાહીબાગ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જામી છે. રાજ્યના 75 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, અંડર પાસ બંધ કરાયા, જુઓ Video
બીજી તરફ સતત પડી રહેલા વરસાદને કારણે 16 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ નવસારીમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં 11 ઈંચ વરસાદ તો જૂનાગઢ શહેરમાં સાડા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં જ 5 ઈંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 7 ઈંચ વરસાદ તો નવસારીના ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો છે.