Gandhinagar: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી રાજ્યની વરસાદની સ્થિતિ પર સતત નજર, જુઓ Video

વરસાદની સ્થિતિને લઈને ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી સતત નજર રખાઈ રહી છે. સૌથી વધુ નવસારીમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મહત્વનુ છે કે જૂનાગઢમાં 1 NDRF અને 1 SDRFની ટીમ તૈનાત કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 7:42 PM

Monsoon 2023: ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વરસાદની સ્થિતિ પર પણ નજર રખાઇ રહી છે. વરસાદની સ્થિતિને લઈને સતત નજર રખાઈ રહી છે. આજ સવારથી રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ નવસારીમાં 12 ઈંચથી જેટલો નોંધ્યો છે. નવસારીના જલાલપોરમાં 11 ઈંચ, ખંભાળિયામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં બપોરના 12 વાગ્યા બાદ 8 ઈંચ વરસાદ, જૂનાગઢમાં 1 NDRF અને 1 SDRFની ટીમ તૈનાત કરાઇ છે. રાજકોટથી દેવભૂમિ દ્વારકા પણ  ટીમ મોકલાઈ છે.

આ પણ વાંચો : સતત પડી રહેલા વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ, મકાનોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી, જુઓ Video

રાજ્યના 7 જિલ્લામાં હવામાન વિભાગે રેડએલર્ટ જારી કરાયું છે. રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જૂનાગઢ, દેવભૂમિદ્વારકા, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ, વલસાડ, નવસારી, સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. પોરબંદર, રાજકોટ, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ ભારે વરસાદની આગાહી તો વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાતમાં વરસાદના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">