Biparjoy Cyclone : ચોમાસાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. માત્ર 2 કલાકમાં જ સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ઉપલેટામાં 2 ઇંચ, જામજોધપુર, મેંદરડા, વંથલ અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢ અને કલ્યાણપુરમાં પણ માત્ર બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રના માળીયા હાટીના, કેશોદ, પોરબંદર, રાણાવાવ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
તો બીજી તરફ માંગરોળમાં 5.5, વંથલીમાં 5, માણાવદરમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ જૂનાગઢ શહેરમાં 4 ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટા, વિસાવદર, ભાણવડમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. કુતિયાણા અને કોડિનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર, જામજોધપુર, ઉનામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, કાલાવડ, જામકંડોરણા, ખાંભા, જેતપુરમાં 1-1 ઈંચ વરસ્યો છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો