વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

| Edited By: | Updated on: Jun 19, 2024 | 7:04 PM

ગુજરાતમાં હજુ બરાબર વરસાદી માહોલ જામ્યો નથી. હજુ કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ નથી. ત્યારે રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે, હજુ બરાબર વરસાદી માહોલ જામ્યો નથી. ત્યારે રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ મહીસાગર વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પણ વરસાદ છુટોછવાયો વરસાદ પડી શકે છે. તો બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સુચના આપી છે.

આ પણ વાંચો વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો