આજનું હવામાન : કમોસમી વરસાદના માર વચ્ચે વધુ એક આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્યતા, જુઓ Video

આજનું હવામાન : કમોસમી વરસાદના માર વચ્ચે વધુ એક આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્યતા, જુઓ Video

| Updated on: Nov 01, 2025 | 7:55 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 નવેમ્બર સુધી રાજ્યમાં ધોધમાર વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે. જે બાદ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ મુશ્કેલી વધારી શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 4થી 8 નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. હાલના વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત રહેશે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ જોવા મળ્યા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. તો 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારેની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો