Rajkot ના ઉપલેટામાં ભારે વરસાદ, રૂપાવતી નદીમાં ઘોડાપૂર, જુઓ Video
ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોને નુકસાન થયું છે. ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તેથી ગ્રામજનોએ માગ કરી છે કે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરીને સહાય કરવામાં આવે.
Rajkot: રાજકોટ જિલ્લામાં મેઘો(Rain)મન મૂકીને વરસ્યો છે. સતત ભારે વરસાદના કારણે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ઉપલેટાના ઉપરવાસમાં ભારે વરસાદ થતા રૂપાવતી નદીમાં(Rupavati River) ઘોડાપૂર આવી ગયું છે. નદીનું પાણી બંને કાંઠા તોડીને ગામમાં પ્રવેશી ગયું છે. જેથી ગામ અને ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.