ગાંધીધામમાં ધોધમાર વરસાદ, ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો થયા પરેશાન, જુઓ Video
કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રસ્તાઓ પાણી પાણી થયા છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા જેને લઈ વેપારીઓએ દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી.
કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રેલવે સ્ટેશન પાસેના મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા. દુકાનો સુધી પાણી પહોંચતા વેપારીઓએ દુકાનો બંધ કરવી પડી. બીજી તરફ કચ્છના અંજારમાં આભ ફાટ્યું સમાન સ્થિતિ સર્જાઈ છે. અંજારમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદને લઈ સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અંજાર-ખેડોઇ રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. અંજારનો જરૂ-ખોખરા રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. પાણીના પ્રવાહમાં અનેક વાહનો ડૂબ્યા હતા. ગાંધીધામ નજીકના રોટરી સર્કલ પર વાહનવ્યવહાર પણ અટક્યો હતો.
આ પણ વાંચો : દર્દીઓનો માનસિક તણાવ દુર કરનારા ડોક્ટરો કઈ રીતે રહે છે હળવા, વાંચો આ ખાસ પોસ્ટમાં
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જામી છે. રાજ્યના 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો. સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો. તો જામનગરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
કચ્છના અંજારમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2 કલાકમાં અંજારમાં ખાબક્યો 7 ઈેચ વરસાદ. ગાંધીધામમાં 2 કલાકમાં 4 ઈેચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુર અને કપરાડામાં 5-5 ઈંચ વરસાદ તો અમરેલીના રાજુલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો