Kutch: કચ્છના અબડાસા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે બારા ગામ સિઝનમાં ચોથી વાર સંપર્ક વિહોણું બન્યુ, જુઓ Video
છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસા વિસ્તારમાં વધુ એક વાર મેઘરાજાએ બેટિંગ કરી છે. વિસ્તાર જળબંબાકાર થઈ ચુક્યો છે. અબડાસાનુ બારા ગામ ફરી એકવાર સંપર્ક વિહોણુ બન્યુ છે. બારા ગામને જોડતા રસ્તાનાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગામના લોકોને અવરજવર બંધ થઈ ચુકી છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો
બારા ગામને જોડતો માત્ર એક જ રસ્તો નિકળે છે. આ રસ્તા પરના કોઝવે પર પાણી ફરી વળવાને લઈ ચોથી વાર સંપર્ક વિહોણુ ગામ બન્યુ છે. ફરી એકવાર કોઝવે પર પાણી ફરવાને લઈ ગામના લોકોએ ગામમાં રહેવા માટે મજબૂર રહેવુ પડ્યુ છે. બારા ગામમાં 300 લોકોની વસ્તી છે. ચોમાસામાં ભારે વરસાદ થતા ગામના લોકો માટે અવર જવર બંધ થઈ જતી હોય છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધાયો છે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 20, 2023 10:12 PM