આજનું હવામાન : દક્ષિણ ગુજરાતમાં ફરી થઈ શકે છે મેઘતાંડવ ! રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Aug 03, 2024 | 9:54 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

અરવલ્લી, નર્મદા, ડાંગમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતા છે.