આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Jul 09, 2024 | 10:12 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફ ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કરી વરસાદની મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે 8 થી 11 જૂલાઈએ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 17 થી 24 જૂલાઈ વચ્ચે ફરીથી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સમયે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર,ખેડા, મહેસાણા, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી, સુરત,નવસારી સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. વલસાડમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 

Next Video