ગીરસોમનાથ: કોડિનારમાં યુરિયા ખાતર માટે હોબાળો, પોલીસ બોલાવવી પડી, ખેડૂતોનો રોષ થયો વીડિયોમાં કેદ

| Updated on: Nov 06, 2023 | 8:09 PM

ગીરસોમનાથના કોડિનારમાં યુરિયા ખાતરની અછત સામે આવી છે. યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની પડાપડી છે. જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આવી જતા વિતરણ બંધ કરવામાં આવ્યુ હતુ અને દિવાળી બાદ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હોબાળાને પગલે વ્યવસ્થા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

ગીર-સોમનાથમાં ખાતર માટે ખેડૂતોએ જબરો હોબાળો કર્યો. યુરિયા ખાતર આવી ગયું છે તેવી ખબર મળતા કોડિનાર ખાતર સંઘના ડેપો પર ખેડૂતોની ભીડ ઉમટી પડી. ખાતર માટે લાંબી કતારો લાગી. હવે ખેડૂતોની ભીડ જોઈને સંચાલકોએ યૂરિયા ખાતરનું વેચાણ જ અટકાવી દીધી અને કહ્યું કે દિવાળી બાદ જોઈએ તેટલું ખાતર મળશે.

યુરિયા ખાતર ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આખરે પોલીસની દરમિયાનગીરી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. ખેડૂતોનો આરોપ છે કે ખાતર હોવા છતાં સંચાલકો નથી આપી રહ્યા.

આ પણ વાંચો: ભાવનગર: મહુવા એપીએમસીમાં ડુંગળીની હરાજી બંધ, વાંચો કયા મુદ્દે ખેડૂતોમાં વ્યાપ્યો રોષ

ખેડૂતોનો આરોપ છે કે ખાતર સંઘના લોકો દાદાગીરી કરે છે કે ખાતર આપવું જ નથી. તમારે જે કરવુ હોય તે કરી લો, તેમનો એવો પણ આક્ષેપ છે કે 1800 થેલી ખાતર છે છતા ખાતર આપવામાં નથી આવી રહ્યુ. 200 ખેડૂતો ખાતર લેવા આવ્યા અને 1800 થેલી ખાતર છે છતા યુરિયા કોઈને આપવામાં આવતુ નથી, તેવો ખેડૂતોનો આરોપ છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો