દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો, જુઓ Video

|

Jul 20, 2023 | 4:34 PM

દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં ગોમતી ઘાટ કિનારે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઊછળી રહ્યા છે. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમજ ગોમતી ઘાટે ઉછળતા ઊંચા મોજા વચ્ચે યાત્રિકો કિનારે મોજાનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે.

Dwarka: ગુજરાતમાં હવામાન વિભાગની(Weatehr)આગાહી મુજબ છેલ્લા બે દિવસથી રાજયના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain)પડી રહ્યો છે. તેવા સમયે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં ગોમતી ઘાટ કિનારે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઊછળી રહ્યા છે. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમજ ગોમતી ઘાટે ઉછળતા ઊંચા મોજા વચ્ચે યાત્રિકો કિનારે મોજાનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચો : Monsoon Car Care Tips : વરસાદી પાણીમાં ફસાઈ જાય કાર તો ન કરતા આ ભૂલ, નુકસાનથી બચવા કરો આ ઉપાય

આ ઉપરાંત દેવભૂમિદ્વારકાના ખંભાળિયા પંથક છેલ્લા 2 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમજ રોડ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરગેટ, જોધપુરગેટ, પોરગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video