Weather Today : ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી, 9 જિલ્લામાં 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જુઓ Video

Weather Today : ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી, 9 જિલ્લામાં 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જુઓ Video

| Updated on: Apr 08, 2025 | 7:50 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે રાજ્યના અનેક શહેરોમાં અગનભઠ્ઠીમાં શેકાવા જેવી સ્થિતિ સર્જાશે. તો ક્યાંય ભડકા જેવા તડકાનો અનુભવ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે રાજ્યના અનેક શહેરોમાં અગનભઠ્ઠીમાં શેકાવા જેવી સ્થિતિ સર્જાશે. તો ક્યાંય ભડકા જેવા તડકાનો અનુભવ થઈ શકે છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ તાપમાનનો પાર હાઇ રહેવાની પ્રબળ શક્યતા છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના શહેરમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ હિટવેવની શક્યતા છે. તેમજ રાજ્યના 9 જિલ્લાઓમાં તાપમાનનનો પારો 40 ડિગ્રી પાર થાય તેવી આગાહી છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતના અમરેલી જિલ્લામાં આજે 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, કચ્છ,મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો