સાબરકાંઠાઃ કાળઝાળ ગરમીને લઈ હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી, જુઓ

|

May 22, 2024 | 4:35 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગરમીનો પ્રકોપ હજુ પણ એક સપ્તાહથી એટલો જ રહેતા લોકોની પરેશાની દિવસે દિવસે વધી રહી છે. ગરમીમાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યુ છે. તો હાલમાં ઈમર્જન્સી એમ્બ્યુલન્સની 108 સેવાને પણ હિટ સ્ટ્રોકની અસર થવાના કોલ છેલ્લા સપ્તાહથી મળવા લાગ્યા છે. જે આ પહેલા આંકડો શૂન્ય હતો પરંતુ હાલમાં છેલ્લા એક સપ્તાહથી આ આંકડો એક ડઝનથી વધારેનો નોંધાયો છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગરમીનો પ્રકોપ હજુ પણ એક સપ્તાહથી એટલો જ રહેતા લોકોની પરેશાની દિવસે દિવસે વધી રહી છે. ગરમીમાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યુ છે. તો હાલમાં ઈમર્જન્સી એમ્બ્યુલન્સની 108 સેવાને પણ હિટ સ્ટ્રોકની અસર થવાના કોલ છેલ્લા સપ્તાહથી મળવા લાગ્યા છે. જે આ પહેલા આંકડો શૂન્ય હતો પરંતુ હાલમાં છેલ્લા એક સપ્તાહથી આ આંકડો એક ડઝનથી વધારેનો નોંધાયો છે. એટલે કે હિટ સ્ટ્રોકની અસરને લઈ 14 દર્દીઓએ 108 ના સહારે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.

108 સેવા દ્વારા પણ હાલમાં ઓરેન્જ એલર્ટને લઈ વિશેષ તકેદારી દાખવવામાં આવી રહી છે. ગરમીના પ્રકોપને લઈ અસર થતા દર્દીઓનો કોલ મળતા તુરત જ સારવાર મળી રહે એ માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તો સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ વિશેષ ટીમો તૈનાત રાખવામાં આવી છે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video