ગુજરાતમાં આકરી ગરમીનું જોર યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક સ્થળોએ તાપમાન 2 ડિગ્રી વધવાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વના ગરમ પવન ફૂંકાતા ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના કેટલાક શહેરો અને કચ્છમાં હિટવેવની આગાહી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી બે દિવસ 44 ડિગ્રી પારો રહે તેવી શક્યતા છે. જો કે ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળે તેવી સંભાવના છે. અને તાપમાન એક ડિગ્રી સુધી ઘટી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad : ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં લવાયો, જુઓ Video
ગઈકાલે બુધવારે રાજ્યના સાત શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અમદાવાદમાં સૌથી વધારે 44 ડિગ્રી ગરમી રેકોર્ડ થઈ હતી. અમરેલી, રાજકોટ, પાટણ, વડોદરા અને ડીસામાં 43 ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો હતો. જ્યારે છોટાઉદેપુર, પોરબંદર, જૂનાગઢ, ગાંધીનગરમાં 42 ડિગ્રી ગરમી રેકોર્ડ થઈ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…