Gujarat Weather News: ગુજરાતમાં આ બે દિવસ ઘરમાંથી બહાર નીકળતા પહેલા સાવધાન ! હવામાન વિભાગે આપી હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

|

Mar 11, 2023 | 11:35 AM

હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ થઇ શકે છે.

રાજ્યના નાગરિકોને બેવડી ઋતુનો માર સહન કરવા તૈયાર થઇ જવુ પડશે. હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઇને મોટી આગાહી કરી છે. આજથી 2 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. કચ્છ, ગીરસોમનાથ, અને પોરબંદરમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. જ્યાં 5 ડિગ્રી કરતા વધુ પારો ઉપર જઇ શકે છે. તો અન્ય વિસ્તારોમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા 11 અને 12 માર્ચ હીટવેવની આગાહી કરી છે. બીજી તરફ 13 અને 14 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવેટ થતાં માવઠાની શક્યતા છે. આમ આગામી સપ્તાહ રાજ્યના નાગરિકો માટે બેવડી ઋતુનો અનુભવ કરાવનારૂ હશે તેમાં કોઇ બેમત નથી.

ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ તરફ વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા-સાબરકાંઠા-અમરેલી, કચ્છ તરફ પણ વરસાદ રહી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે ખેડૂતોને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. ખેડૂતે ખેતરમાં પાણી પીવડાવવા અને અન્ય ખેતી લક્ષી બાબતોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવવામાં આવ્યુ છે. હાલમાં કેરી, ઉનાળુ મગફળી, જવાર અને બાજરીની સિઝન છે. આ બાબતે એગ્રીકલચર વિભાગને ધ્યાન દોરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. 13 માર્ચથી કેટલાક દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે.

Next Video